24-ફેબ્રુઆરી-2022
એ રશિયાએ યુક્રેન પર હમલો કર્યો. રશિયા જેવા મહાસત્તાના પ્રમાણમાં
યુક્રેનતો ઘણું નાનું કહેવાય, આમ છતા યુક્રેન હિમ્મતપૂર્વક લડત આપી રહ્યુ
છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીનુ કહેવુ છે કે તે છેલ્લી ઘડી સુધી હાર નહી
માને. યુદ્ધના લીધે ઘણા યુક્રેનવાસી પોતાનો દેશ છોડી ને જતા રહ્યા છે.
યુદ્ધ દરમિયાન જાનહાની પણ બહુ મોટી સંખ્યામાં થઈ છે. યુક્રેનના કેટલાક
શહેરો તો ખંડેરમાં બદલાઇ ગયા છે.
હવે આ યુદ્ધ નો અંત શું આવશે??
રશિયા
સામે યુક્રેનનુ ટકવું અઘરુ છે. બની શકે કે યુક્રેન છેલ્લે સુધી લડત આપે પણ
રશિયા આખરે જીતી જાય. યુક્રેનના લોકો રશિયાના ફેવરમાં નથી. જો રશિયા જીતી
જાય તો યુક્રેનવાસીઓ દેશ છોડીને જતા રહે અથવા યુદ્ધમાં શહીદ થઈ જાય. જો આવુ
થયુ તો ખંડેર થયેલુ યુક્રેન મેળવીને રશિયાને શું ફાયદો??
બીજુ
એવું પણ બની શકે કે રશિયા અને યુક્રેન વચ્ચે સંધી થઈ જાય અને યુદ્ધ આટોપાય
જાય. રશિયાએ પહેલેથી જ યુક્રેનનો અમુક હિસ્સો કબ્જે કરી લીધો છે. હવે જો
સંધી થાય તો રશિયા-યુક્રેન વચ્ચે નવી સરહદ બને. પણ સરહદ ક્યાં દોરવી તે
માટે મતભેદ રહેવાના. આટલા લોકોની જાનના ભોગે જે યુદ્ધ થયું હોય તેમાં કોઈ
પણ દેશ પોતાનો પ્રદેશ છોડી દેવા જલ્દી રાજી ના થાય. મતલબ કે જેમ
ભારત-પાકિસ્તાન વચ્ચે કાશ્મીરની સરહદ નો પ્રશ્ન છે તેવો પ્રશ્ન ત્યાં પણ
રહેશે.
યુક્રેનનો વિસ્તાર
અત્યારે છે તેનાંથી પણ નાનો થઈ જશે. યુક્રેનએ પોતાનું અસ્તિત્વ જાળવવા
લડતા રહેવું પઙશે. યુક્રેનના લોકોમાં રશિયા પ્રત્યે નારાજગી વધી જશે.
યુક્રેનની કોઈ પણ રાજકીય પાર્ટી રશિયાને સમર્થન નહી કરી શકે. યુક્રેનના
નેતા જો રશિયા સાથે હાથ મેળવશે તો યુક્રેનના લોકો નો વિશ્વાસ ખોઈ બેસશે.
અને કોઈ કારણસર, યુક્રેન અને રશિયા એક થઈ પણ જાય તો રશિયા મહાસત્તા હોવાથી,
યુક્રેનના નેતાનું અસ્તિત્વ જ ન રહે. એટલે ટુંક માં, યુક્રેનના નેતા,
યુક્રેનના લોકો ને બોર્ડર પ્રશ્ને રશિયા વિરુદ્ધ ભડકાવશે અને પોતાની ગાદી
જાળવી રાખશે. આ વાતાવરણમાં રશિયા પણ શાંત બેસી નહી શકે. રશિયાના નેતાએ પણ
સરહદ માટે વિરોધ કર્યા કરવો પડશે.
ટુંક
માં, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ બંધ થાય તો પણ શાંતિ નહી સ્થપાય.
રશિયા અને યુક્રેને મિલિટરી પાછળ મોટો ખર્ચ કરવો પડશે. દેશમાં વિકાસ, ભણતર
પાછળ ખર્ચમાં કાપ મુકાશે અને લડાઈ-સુરક્ષા પાછળ ખર્ચ કરાશે.
થોડા
વર્ષો બાદ રશિયા અને યુક્રેન બીજા દેશો કરતા ટેક્નોલોજીમાં પાછળ રહી જાશે.
લડાઈ થવા પાછળનું મુળ કારણ કોઈ પણ હોય પણ પરિણામો વચ્ચે મોટો તફાવત નથી
હોતો. બસ આટલુ સમજાય તો ભારત-પાકિસ્તાન, હિન્દુ-મુસ્લિમ અને કાશ્મીર મુદ્દા
નુ સમીકરણ પણ સમજાય જાય.
### જય હિન્દ ####
No comments:
Post a Comment