હું નાનો હતો ત્યારે સ્કૂલમાં જ્યારે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીનું સેલિબ્રેશન થતું ત્યારે ખૂબ ખુશ થતો. કેવો સરસ માહોલ લાગે, જ્યારે આખા દેશમાં કોઈ ઉજવણી થતી હોય? તે સમય વિચાર આવતો, જો આટલા વર્ષો બાદ પણ આપણે આટલું ધૂમધામથી ઉજવણી કરતા હોય તો, 15 ઓગસ્ટ 1947 માં કેવો માહોલ હશે? લોકો કેટલા બધા ખુશ હશે અને કેવી સરસ ઉજવણી કરી હશે??
થોડો મોટો થયો બાદ ખબર પડી, કે 15મી ઓગસ્ટ 1947 માં કોઈ મોટુ સેલિબ્રેશન ન હતું, ઉલ્ટુ લોહીની નદીઓ વહી હતી. લોકો એક બીજાના ખૂનના પ્યાસા થયા હતાં અને ડર-ગુસ્સો-અસુરક્ષાનો માહોલ હતો. પણ, એવું કેવી રીતે બને કે લોકો ખુશીના પ્રસંગે મારા-મારી કરે? મતલબ કે લોકો અંદરથી બહુ રાજી થયા હોય પણ તેમ છતાં, તલવાર લઈને મારામારી કરે? ખુશી અને ગુસ્સો બંને એક સાથ ક્યાંથી રહે??
શું લોકો ખુશ ન હતા? કે પછી મોટા ભાગના લોકો ખુશ હતા પણ અમુક અસમાજીક તત્વો એ ખૂના-મરકી કરી માહોલ બગાડી દીધો? કે પછી 1947 આવતા સુધીમાં દેશપ્રેમ સત્તાની લાલસામાં વટલાય ગયો હતો?
કારણ કોઈ પણ હોય, પણ જો અવસર આવો લોહિયાળ બની ગયો હોય અને હજારો લોકોની જાન ગઈ હોય તો તે અવસરની ઉજવણી આજે કરવી કેટલી યોગ્ય ગણાય?
ખરુ વિચારીએ તો આ બધાંનુ કારણ અંગ્રેજો હતા. 1893માં હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર હિંદુ-મુસ્લિમ રમખાણો થયા હતા. વાસ્તવમાં 1857 ની સાલ સુધીમાં હિન્દુસ્તાન (ભારત પાકિસ્તાન) ના લોકોએ અંગ્રેજો સામેની સ્વાતંત્ર્યની ચળવળ જોર-ઓ-શોર થી શરુ કરી દીધી હતી. 1857ના વિપ્લવ વખતે હિંદુ-મુસ્લિમ લોકો એ સાથ મળીને અંગ્રેજો વિરુદ્ધ લડાઈ લડી હતી. અંગ્રેજોને પોતાની સત્તા હાથમાંથી જતી હોય તેવું લાગતું હતું. એટલે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી, હિંદુ-મુસ્લિમ વચ્ચે ઝઘડા કરાવ્યા. હિંદુ-મુસ્લિમ વચ્ચે આંતરિક ઝઘડામાં સ્વાતંત્ર્યની ચળવળ ધીમી પડી અને આઝાદી મળતા-મળતા લગભગ 90 વર્ષનો લાંબો સમય વીતી ગયો. છેવટે, 1947 માં આઝાદી તો મળી, પણ ત્યાં સુધીમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેની તિરાડ બહુ મોટી થઈ ગઈ. અંગ્રેજો એ પણ જતાં જતાં આ પરિસ્થિતિ નો લાભ લઈ ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ સ્વાતંત્ર્ય જાહેર કર્યું. કોઈ વાર વિચાર આવે છે કે ભારત અને પાકિસ્તાનને આઝાદી પછી જુદા રહેવું કે સાથે તે નક્કી કરવાનો હક્ક અંગ્રેજો ને શા માટે?
આપણને ઈતિહાસ પુસ્તકમાં કઈ તારીખે કઈ સાલમાં શું થયુ તે શિખવવામા આવે છે, પરંતુ કમનસીબે શું કામ થયુ તે હોતું જ નથી. 15 ઓગસ્ટ 1947 ને અનુલક્ષી ને તે સમયના મહાન કવિ ફૈઝ અહેમદ ફૈઝ એ લખેલું
ये दाग़ दाग़ उजाला, ये शबगज़ीदा सहर
वो इन्तज़ार था जिस का, ये वो सहर तो नहीं
Saturday, August 6, 2022
15th August Celebration
Subscribe to:
Post Comments (Atom)
रिजर्वेशन सिस्टम और कैसे काबू पाया जाए
आज के दिन रिजर्वेशन सिस्टम एक हॉट टॉपिक है। ज् यादातर लोग इससे ना खुश है , खास करके के लोग जिसको इस कुछ फायदा नहीं म...
-
24-ફેબ્રુઆરી-2022 એ રશિયાએ યુક્રેન પર હમલો કર્યો. રશિયા જેવા મહાસત્તાના પ્રમાણમાં યુક્રેનતો ઘણું નાનું કહેવાય, આમ છતા યુક્રેન હિમ્મતપૂર્વક...
-
आज के दिन रिजर्वेशन सिस्टम एक हॉट टॉपिक है। ज् यादातर लोग इससे ना खुश है , खास करके के लोग जिसको इस कुछ फायदा नहीं म...
-
Pandemic hit India and many other countries in early 2020. Lock-down was imposed and many industries started Work From Home. Even after get...
No comments:
Post a Comment